Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચાંદી બજાર ખાતે ગણેશ મરાઠા મંડળ દ્વારા ગીત-સંગીતનો કાર્યક્રમ યોજાયો

ચાંદી બજાર ખાતે ગણેશ મરાઠા મંડળ દ્વારા ગીત-સંગીતનો કાર્યક્રમ યોજાયો

મમતા સોનીની વિશેષ ઉપસ્થિતિ

- Advertisement -

જામનગરમાં ગણેશભક્તો દ્વારા ગણપતિની સ્થાપના વખતે ઢોલ નગારા ડીજેના નાદ સાથે ગણપતિની પધરામણી કરવામાં આવી હતી અને વિસ્તારો તેમજ લોકો પોતાની ઘરની અંદર ધામધૂમ પૂર્વક ધાર્મિક વાતાવરણમાં સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ ઉત્સવ દરમ્યાન અનેક ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. જામનગર શહેરના અનેક ગણેશ ભક્તો દ્વારા રાત્રીના પણ કાર્યક્રમ માં ધાર્મિક પ્રવૃત્તિઓ તેમજ જુદા જુદા ગણપતિ ના દર્શન ની ઝાંખી ઉભી કરવામાં આવે છે. જામનગરમાં ચાંદી બજાર ખાતે ગણેશ મરાઠા મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે રાત્રે ગીત-સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મમતા સોની વિશેષ આકર્ષણ રહ્યા હતા. આ તકે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, લોહાણા સમાજ પ્રમુખ જીતુભાઈ લાલ, કોર્પોરેટર નીલેશભાઈ કગથરા, ધીરેનભાઈ મોનાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિન્ડોચા ઉપરાંત રાજુભાઈ શેઠ, કિરીટભાઈ મેહતા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular