Sunday, December 7, 2025
Homeરાજ્યહાલારસમાણા એરફોર્સમાં જવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

સમાણા એરફોર્સમાં જવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

ઉત્તરાખંડના વતની યુવાનના મોતથી પરિવારમાં શોકનું મોજું: પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ

જામજોધપુર તાલુકાના સમાણા એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા યુવાને કોઇ અગમ્યકારણોસર તેના કવાર્ટરની છતના પંખામાં કાપડના પટ્ટાવાડી દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના કઠધરીયાનો વતની અને હાલ જામજોધપુર તાલુકાના સમાણા રડાર એરફોર્સ સ્ટેશન કવાર્ટસ નંબર એસએમકયુ નંબર 40/1 માં રહેતો ચેતનસિંહ દિનેશસિંહ બિસ્ટ (ઉ.વ.32) નામના જવાને ગુરૂવારે રાત્રિના સમયે કોઇ અગમ્યકારણોસર તેના કવાર્ટરની છતના પંખામાં કાપડના પટ્ટાવાળી દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની દિપકસિંહ ગોસાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular