જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં મટીરીયલ ગેઈટ પાસેથી ચોરાયેલ બાઈક સાથે મેઘપર પોલીસે તસ્કરને દબોચી લઇ બે ચોરાઉ બાઈ કબ્જે કરી અન્ય તસ્કરની શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં મટીરીયલ ગેઈટ પાસેના પાર્કિંગમાંથી ચોરાયેલ બાઈક સંદર્ભે હેકો લાખનસિંહ જાડેજા, પો.કો.ધર્મેન્દ્રસિંહ ઝાલા, ભગીરથસિંહ જાડેજા, મહેશભાઈ ડાંગરને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી આર બી દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.ટી.જયસ્વાર તથા સ્ટાફે વોચ ગોઠવી બાઈક પર પસાર થતા વિનોદ સોમા માતંગ (રહે. જોગવડ) નામના શખ્સને આંતરીને પૂછપરછ કરતાં બાઈક ચોરાઉ હોવાનું અને મટીરીયલ ગેઈટ પાસેથી ચોરી કર્યાની કેફિયત આપી હતી. આ બાઈક ચોરીમાં વિનોદની સાથે ગોદર ઉર્ફે ગોદરિયો સન ધા (રહે. મીઠાપુર)ની સંડોવણી હોવાની કેફિયત આપતા પોલીસે વિનોદની બે ચોરાઉ બાઈક સાથે ધરપકડ કરી ગોદરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.