આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ઉમેદવારો તથા રાજકીય પક્ષોને જાહેરસભા, રેલી, સરઘસ, વાહનો અને લાઉડ સ્પીકર તેમજ હેલીપેડ ઉપયોગ વગેરે જેવી વિવિધ ચુંટણીલક્ષી પરવાનગીઓ એક જ સ્થળેથી અને સમયસર મળે અને તેઓએ અલગ-અલગ કચેરીઓનો સંપર્ક ન કરવો પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે તેમજ દરેક વિધાનસભા મતદાર વિભાગના મુખ્ય મથક ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. જે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. સૌરભ પારઘી દ્વારા નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવેલ છે. આ સિંગલ વિન્ડો સીસ્ટમની ચુંટણી જાહેર થયા બાદ તુર્તજ અમલવારી કરવામાં આવશે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, જામનગરની કચેરી તથા જિલ્લાની વિધાનસભા મતદાર વિભાગની કચેરીઓના મુખ્ય મથક ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમ માટે નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેમાં એચ.સી.તન્ના જનસંપર્ક અધિકારી, કલેકટર કચેરી, જામનગરને જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર કચેરી, જામનગરના નોડલ અધિકારી તરીકે, એ.એસ.ઝાપડા મામલતદાર, ધ્રોલને ૭૬-કાલાવડ અ.જા. વિધાંનસભા મતદાર વિભાગના નોડલ અધિકારી તરીકે, ટી.બી.ત્રિવેદી મામલતદાર, જામનગર ગ્રામ્યને ૭૭-જામનગર(ગ્રામ્ય) વિધાનસભા મતદાર વિભાગના નોડલ અધિકારી તરીકે, વી.આર. માંકડીયા મામલતદાર, જામનગર (શહેર)ને ૭૮-જામનગર(ઉત્તર) વિધાનસભા મતદાર વિભાગના નોડલ અધિકારી તરીકે, એમ.ડી.ત્રિવેદી મામલતદાર, (પ્રોટોકોલ) કલેકટર કચેરી, જામનગરને ૭૯-જામનગર(દક્ષિણ) વિધાનસભા મતદાર વિભાગના નોડલ અધિકારી તરીકે, બી.એન.રાજકોટીયા મામલતદાર, લાલપુરને ૮૦-જામજોધપુર વિધાનસભા મતદાર વિભાગના નોડલ અધિકારી તરીકે નિમણુંક આપવાના હુકમો કરવામાં આવ્યા છે.