Friday, July 5, 2024
Homeરાજ્યજામનગરજામજોધપુરમાં કાર પાર્ક કરવાની ના પાડતા દુકાનમાં ઘુસી હુમલો - VIDEO

જામજોધપુરમાં કાર પાર્ક કરવાની ના પાડતા દુકાનમાં ઘુસી હુમલો – VIDEO

મોબાઇલ ફોન પર દુકાન બંધ કરાવી દેવાની ધમકી : લાકડી અને ઢીકાપાટુનો માર માર્યો : હુમલાના સીસીટીવી ફુટેજો સામે આવ્યા: પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામજોધુપર ગામમાં આવેલા બાલ મંદિર રોડ પર આવેલી દુકાન સામે કાર પાર્ક કરવાની ના પાડતા આઠ જેટલા શખ્સોએ દુકાનમાં ઘુસીને ગાળો કાઢી ઢીકાપાટુ તથા લાડકીઓ વડે માર મારી અને ફોન પર દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર ગામમાં ગાયત્રી મંદિર પાછળ આવેલી કલ્યાણ સોસાયટીમાં રહેતાં અને બાલ મંદિર રોડ પર કુબેર કોર્નરમાં મુન ટે્રડર્સ નામની દુકાન ચલાવતા ચિરાગભાઈ વ્રજલાલભાઈ ડેલવાડિયા નામના પટેલ વેપારી યુવાનની દુકાન સામે ગત તા.29 ના રોજ જીજે-03-એલબી-1674 નંબરની સ્વીફટ કારના ચાલકે દુકાનની સામે કાર પાર્ક કરી હતી. જેથી દુકાનના કર્મચારીએ દુકાન પાસે ફોર વ્હીલર પાર્ક ન કરવા અને કાર સામે પાર્ક કરી દીયો તેમ કહ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા શકિતસિંહ જાડેજા, જગદીશસિંહ ઉર્ફે જેડી જાડેજા (રહે. ધ્રાફા) તથા અન્ય છ થી આઠ જેટલા શખ્સોએ તે દિવસે જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી અને બે મોબાઇલ નંબર પરથી દુકાન બંધ કરી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ સોમવારે બપોરના સમયે છ થી આઠ જેટલા શખ્સોએ આવીને દુકાનમાં ઘુસી જઇ પૂર્વ આયોજીત કાવતરુ કરી લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી તેમજ વેપારી યુવાનને ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી.

માત્ર દુકાનની સામે કાર પાર્ક કરવાની ના પાડતા આઠ જેટલા શખ્સોએ વેપારી યુવાનની દુકાનમાં ઘુસી જઇ હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં ઈજાગ્રસ્ત યુવાન દ્વારા કરાયેલી જાણના આધારે પીએસઆઈ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફે ગુનો નોંધી સીસીટીવી ફુટેજ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત જામજોધપુરમાં વેપારી યુવાન ઉપર કરાયેલા હુમલાના કારણે વેપારીઓમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો હતો અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા લોક માંગણી ઉઠી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular