Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીય10 દિવસમાં રાંધણગેસમાં ઝીંકાયો રૂ 75 નો આકરો વધારો

10 દિવસમાં રાંધણગેસમાં ઝીંકાયો રૂ 75 નો આકરો વધારો

- Advertisement -

ડીઝલ-પેટ્રોલની કિંમતોથી પરેશાન લોકોને સરકારે વધુ એક ઝાટકો આપ્યો છે. સરકારે LPG ગેસ- સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 50નો તોતિંગ વધારો કર્યો છે. આ સાથે દિલ્હીમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ-સિલિન્ડરની કિંમત રૂપિયા 769 થઈ જશે. વધી ગયેલી કિંમત રવિવાર મધ્ય રાત્રે 12 વાગ્યાથી જ લાગુ કરી દેવામાં આવી છે.

- Advertisement -

ગેસ-સિલેન્ડરની કિંમત ફેબ્રુઆરીમાં બીજી વખત વધારવામાં આવી છે. આ અગાઉ 4 ફેબ્રુઆરીના રોજ સબસિડીવાળા સિલિન્ડર રૂપિયા 25 મોંઘા થયા હતા. હવે 10 દિવસ બાદ એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ તેની કિંમતમાં વધુ રૂપિયા 50 વધારો કરવામાં આવ્યો છે. એનો અર્થ એ છે કે ફેબ્રુઆરી મહિનામાં અત્યારસુધીમાં ઘરેલુ સિલેન્ડરની કિંમતમાં રૂપિયા 75નો વધારો થયો છે.

જાન્યુઆરીમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPG ગેસની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. જોકે આ અગાઉ ડિસેમ્બરના મહિનામાં બે વખત રૂપિયા 50-50નો વધારો ઝીંક્યો હતો. બજેટ દિવસ એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ સબસિડી વગરનો 14.2 કિલોગ્રામ ગેસ-સિલેન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો નથી, જોકે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલેન્ડરની કિંમતમાં રૂપિયા 191નો વધારો થયો હતો.

- Advertisement -

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત ભાવવધારો થઈ રહ્યો છે. દેશનાં કેટલાંક રાજ્યોમાં આ ભાવ લિટરદીઠ રૂપિયા 90થી 100 વચ્ચે છે. મધ્યપ્રદેશમાં પ્રીમિયમ પેટ્રોલની કિંમત 100 પાર થઈ ગઈ છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલ રૂપિયા 95 કિંમતથી વેચાઈ રહ્યું છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular