ધ્રોલ તાલુકાના લતીપુર ગામમાં સાત દિવસ આંશિક લોકડાઉન લાદવા ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત તા. 8 થી 15 એપ્રિલ સુધી લતીપુર ગામમાં બપોરે 1 વાગ્યા બાદ લોકડાઉન રહેશે.
ધ્રોલ તાલુકાના લતીપુર ગામમાં કોરોના કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધતી હોય, કોરોના સંક્રમણ રોકવા લતીપુર ગ્રામ પંચાયત દ્વારા તા. 8 થી 15 એપ્રિલ સુધી આંશિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. બપોરે 1 વાગ્યા બાદ ગામમાં લોકડાઉનનું પાલન કરવા જણાવાયું છે. આ ઉપરાંત સાંજે 6 થી 9 વાગ્યા સુધી દૂધની ડેરી ખુલી રાખી શકાશે. તેમજ મેડિકલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે. આથી ગ્રામજનોએ આ લોકડાઉનનું પાલન કરવા લતીપુર ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે.