નિયામક યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા સંચાલિત, હરિઓમ આશ્રમ નડિયાદ પ્રેરિત 42મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા યોજાઈ હતી. 53 જેટલી હોડી સ્પર્ધામાં જોડાઇ હતી.
આ હોડી સ્પર્ધા ઓખા દામજી જેટીથી બેટ ટાપુ ફરતે રાઉન્ડ મારી ઓખા દામજી જેટી સુધી યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં સુલતાન સલીમ થૈમએ 1 કલાક 53 મિનીટ અને 35 સેક્ધડમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ચાવડા મંગા ઉમર કે જેઓએ 1 કલાક 58 મિનીટ અને 12 સેક્ધડમાં સ્પર્ધા પૂર્ણ કરી દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તેમજ બંદરી અયુબ અભુ 1 કલાક 59 મિનીટ અને 13 સેક્ધડમાં સ્પર્ધા પૂર્ણ કરી તૃતીય ક્રમે રહ્યા હતા. વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહીને સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.