ગુજરાતના પીપાવાવ પોર્ટ પરથી કસ્ટમ વિભાગે યુએઇના નામે આયાત કરેલાં ખજૂરના 80 કન્ટેઈનરનો જથ્થો સિઝ કર્યો હતો. આ ખજૂરનો જથ્થો ખરેખર પાકિસ્તાનથી આયાત કરી ભારત મોકલવામાં આવ્યો હતો અને પાકિસ્તાનથી આયાત કરેલાં માલની કસ્ટમ ડયૂટી 200 ટકા છે. જયારે યુએઇથી આયાત કરેલાં માલ ઉપર 30 ટકા ડયૂટી છે. જેથી કસ્ટમ દ્વારા 170 ટકા ડયૂટી ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ આ કાર્યવાહીમાં ડીઆરઆઇ પણ જોડાયું હતું.

આ અંગેની વિગત મુજબ પાકિસ્તાનની કરતૂતનો પર્દાફાશ કરી પીપાવાવ પોર્ટ પરથી UAEના નામે કરવામાં આવતી કસ્ટમ ડયૂટીની ચોરી કસ્ટમ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવી છે અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ પર પાકિસ્તાન ઓછું કસ્ટમ ડયૂટી ભરવા માટે UAEના નામથી ખજૂરના 80 કન્ટેઈનર ડિટેઇન ભારત મોકલ્યા હતા.આ માટે તેણે દિલ્હીની ડમી પેઢીના નામનો સહારો પણ લીધો હતો.પરતું કસ્ટમ વિભાગને શંકા જતા વધુ તપાસ હાથ ધરી હતી જેમાં કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
જેમાં કસ્ટમ વિભાગની તપાસ દરમ્યાન દિલ્હીની આયતકાર પેઢી ડમી હોવાનું સામે આવતા કસ્ટમ વિભાગે 80 કન્ટેઈનરમાંથી 1600 ટન ખજૂરનો જથ્થો અટકાવ્યો છે અને પાકિસ્તાની ખજૂરના તમામ 80 કન્ટેઈનર ડિટેઇન કર્યા છે. UAEના નામે કસ્ટમ ડયૂટીની ચોરીનો પર્દાફાશ થયો છે. UAEના નામથી આવેલા પાકિસ્તાની ખજૂરના 80 કન્ટેઈનર પીપાવાવ પોર્ટ પર ડિટેઇન કરાયા છે. UAE માટે 30 ટકા ડયૂટી અને પાકિસ્તાન માટે 200 ટકા કસ્ટમ ડયૂટી છે. 170 ટકા ડયુટી ચોરીનું કૌભાંડ કસ્ટમ વિભાગે ઝડપી પાડયું છે. દિલ્હીની ડમી પેઢીના નામે કરોડોનું ખજૂર મોકલાઇ રહ્યું હતું ત્યારે કસ્ટમ વિભાગે 80 કન્ટેઈનરમાંથી 1 હજાર 600 ખજૂરનો જથ્થો અટકાવ્યો છે. હાલ તો સમગ્ર મામલે કસ્ટમ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
સૂત્રોમાંથી મળતી વિગત મુજબ 500 કન્ટેઈનર તપાસ કર્યા વગર ઓસી આપનાર કસ્ટમના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા તાકીદ કરાઈ છે ટેરર ફન્ડિંગની શકયતા રહેલી છે. તેવામાં આ કૌભાંડ સામે આવતા પીપાવાવના ગૃહ ઉદ્યોગોમાં ફફડાટ નો માહોલ ફેલાયો છે તેમજ પાકિસ્તાનને પણ મોટો ઝટકો આ ઘટનામાં લાગ્યો છે.