Monday, December 23, 2024
Homeરાજ્યહાલારજામનગર નજીક ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલ કાઢવાનું કૌભાંડ ઝડપાયું

જામનગર નજીક ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલ કાઢવાનું કૌભાંડ ઝડપાયું

દ્વારકા ધોરીમાર્ગ પર એસઓજી ટીમનો દરોડો : રૂા.69 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને દબોચ્યા: ઝાખરના શખ્સની સંડોવણી ખુલ્લી

- Advertisement -

જામનગર-દ્વારકા ધોરી માર્ગ પર આવેલી ઓઇલ મીલના બોર્ડની બાજુમાં પેટ્રોલ-ડીઝલના ભરેલા ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલનું ગેરકાયદેસર વેંચાણ કરતા સ્થળે એસઓજીની ટીમે રેઈડ દરમિયાન બે શખ્સોને ઝડપી લઇ રૂા.69 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર-દ્વારકા ધોરીમાર્ગ પર પતરાના શેડમાં પેટ્રોલ-ડીઝલના ટેન્કરમાંથી ચોરી કરી વેંચાણ કરાતું હોવાની એસઓજીના વિરેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારી પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન. ચૌધરી તથા પીએસઆઈ જે.ડી. પરમાર અને સ્ટાફે રેઈડ દરમિયાન કિશાન ઓઇલ મિલના બોર્ડની બાજુમાં આવેલા પતરાના શેડમાંથી અજયસિંહ રાજેન્દ્રસિંહ ભાટી (ઉ.વ.25) (રહે. મીઠોઇ, તાલુકો લાલપુર), કેતન ચંદુભાઈ ચાવડા (ઉ.વ.34) (રહે.રાજકોટ) નામના બે શખ્સો પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરના વાલ્વબોકસનું સીલ તોડી તેમાંથી પેટ્રોલ-ડીઝલ કાઢી ગેરકાયદેસર વેંચાણ કરતા ઝડપી લઇ તેમની પાસેથી પેટ્રોલ-ડીઝલ ભરેલા બે ટેન્કર અને પેટ્રોલ-ડીઝલ ભરેલા આઠ કેરબા તથા અન્ય સાધનો મળી કુલ રૂા.69,06,432 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એસઓજીએ બંને શખ્સોની પૂછપરછ કરતા આ કૌભાંડમાં લાલપુર તાલુકાના ઝાખર ગામના અજીતસિંહ જાડેજાની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular