કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યમાં સજા પામેલ પાકા કામનો પેરોલ જમ્પ કરી નાસતા ફરતા કેદીને પેરોલ ફર્લો સ્કવોર્ડે નિકાવામાંથી ઝડપી લઇ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલસ સ્ટેશનમાં નોંધાયેલ સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યમાં સજા પામેલ પાકા કામનો કેદી ઈનાયતશા ઉર્ફે ટાઈગર ઈકબાલશા શાહમદાર નામનો શખ્સ પેરોલ ફર્લો રજા ઉપરથી નાસતો ફરતો હોય, તા.23/8/2022 થી 1/9/2022 સુધી વચગાળાના જામીન પર આવેલ હોય અને ત્યારબાદ જેલ ખાતે હાજર થયો ન હોય અને નાસતો ફરતો હોય હાલમાં નિકાવા ગામમાં હોવાની પેરોલ ફર્લો સ્કવોડના લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, રણજીતસિંહ પરમારને મળેલ બાતમીને આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના તેમજ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ભોયેના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એ.એસ.ગરચર તથા એએસઆઇ ગોવિંદભાઇ ભરવાડ, હેકો લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, રણજીતસિંહ પરમાર, રાજેશ સુવા, કરણસિંહ જાડેજા, ભરત ડાંગર, પો.કો. મહિપાલ સાદિયા, ધર્મેન્દ્ર વૈષ્ણવ, અરવિંદગીરી ગોસાઈ તથા એલસીબીના હેકો.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોબળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા નિકાવા ગામેથી ઇનાયતશા ઉર્ફે ટાઇગર ઇકબાલશા શાહમદાર નામના શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે રાજકોટ મધ્યસ્થ જેલને સોંપી આપવા તજવીજ હાથ ધરી હતી.