ગાંધીનગર નજીક આવેલા અને માતાજીની આસ્થાના પ્રતિક સમા રૂપાલ વરદાયીની માતા મંદિરથી દર વર્ષે નવરાત્રિના નોમની રાત્રીએ પલ્લી નિંકાળવામાં આવે છે. એટલે કે તા4થી ઓક્ટોબરે મધરાત બાદ રૂપાલ ગામમાં પલ્લી કાઢવામાં આવી છે. કોરોનાને કારણે ભક્તોની ગેરહાજરીમાં રૂપાલ ગામે વરદાયીની માતા મંદિરે પલ્લી નિકળતી હતી અને ગામમાં મેળો પણ ભરાતો હતો.
આ વખતે બે વર્ષ બાદ રૂપાલ વરદાયીની માતાજી મંદિરમાં નવરાત્રિના નોમની રાત્રીએ વિશાળ પલ્લી મેળો યોજાયો હતો. નોમની રાત્રે 3પાલમાં પલ્લી નિંકળવાની છે. જેની તૈયારીઓ ઘણા વખત પહેલાથી જ શ3 થઇ ગઇ હતી. આ મંદિરનો વહિવટ સરકાર હસ્તક છે અને રૂપાલની પલ્લીમાં લાખો જેટલા ભક્તો આવતા હોવાને કારણે કલેક્ટરે આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અગાઉથી જ વિવિધ વિભાગો અને મંદિરના ટ્રસ્ટી મંડળ સાથે બેઠકો શરૂ કરી દીધી હતી. આ ગામમાં પલ્લીના અઠવાડિયા અગાઉથી આરોગ્ય કેન્દ્રમાં ઓપીડી શરૂ કરી દેવા માટે તેમજ મંદિર તથા ગામમાં અપાતા પાણીમાં ક્લોરીનની માત્રા જળવાઇ રહે તે માટે સુચના આપવામાં આવી હતી.
આ વખતે પણ દર વર્ષની જેમ સઘળી કામગીરી ગ્રામજનોએ સંભાળી દીધી છે. ત્યારે આ વખતે પલ્લીના મેળામાં લાખો માઇ ભક્તો ઉમટ્યા હતા. જે ગામના વિવિધ ચોક અને ચોરામાં ઘી રાખવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તો આ ધાર્મિક કાર્યક્રમમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.