Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર કલેકટર કચેરી ખાતે ચૂંટણીપંચ દ્વારા નિમાયેલ ખર્ચ ઓબ્ઝર્વર દ્વારા સમીક્ષા બેઠક...

જામનગર કલેકટર કચેરી ખાતે ચૂંટણીપંચ દ્વારા નિમાયેલ ખર્ચ ઓબ્ઝર્વર દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ – VIDEO

ઓબ્ઝર્વરએ વિડીયો સર્વેલન્સ, ફ્લાઇંગ સ્કવોડ, મીડિયા મોનીટરીંગ, જિલ્લામાં કાર્યરત ચેકપોસ્ટ, પોલીસ ટીમ વગેરેની માહિતી મેળવી

- Advertisement -

ચૂંટણી પંચ દ્વારા જામનગર ખાતે નીમવામાં આવેલ ખર્ચ ઓબ્ઝર્વર અવિજીત મિશ્રાએ કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરી ખર્ચ મોનિટરિંગ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી સમીક્ષા કરી હતી.

- Advertisement -

બેઠકમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી જામનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તાર દીઠ હાથ ધરવામાં આવેલ ખર્ચ ઓબ્ઝર્વને લગતી કામગીરીની વિગતો રજૂ કરાઈ હતી. જેમાં લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભામાં કાર્યરત વી.એચ.સી., વી.વી.સી., વિડીયો સર્વેલન્સ, ફ્લાઇંગ સ્કવોડ, જિલ્લામાં કાર્યરત ચેકપોસ્ટ, મીડિયા મોનીટરીંગ, પોલીસ ટીમ વગેરેની માહિતી ખર્ચ મોનીટરીંગ સમિતિ દ્વારા આપવામાં આવી હતી. આચારસંહિતાને લગતી કોઈપણ ફરિયાદનો નિકાલ લાવવા ઑબ્ઝર્વર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisement -

લોકસભાની ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે જરૂરી છે. આપણે સૌ હાલ ચૂંટણી પંચનો ભાગ છીએ ત્યારે સૌએ જાગૃત રહી ચૂંટણીને લગતી ફરજો બજાવવા ઑબ્ઝર્વર દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ દ્વારા હાથ ધરાયેલ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગેની સમીક્ષા કરી વિવિધ ટીમના ઉપસ્થિત અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી મેળવી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી.એન. ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઝીલ પટેલ. MCCના નોડલ અધિકારી શારદા કાથડ તથા એક્સપેન્ડીચર મોનિટરીંગ સેલના નોડલ ઓફિસરો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular