Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમાર્ચ 2020નું પુનરાવર્તન ? પ્રધાનમંત્રી મોદીનું મંથન

માર્ચ 2020નું પુનરાવર્તન ? પ્રધાનમંત્રી મોદીનું મંથન

કોરોનાના વધતાં સંક્રમણથી ચિતિંત વડાપ્રધાનની રાજયોના મુખ્યમંત્રીઓ સાથે બેઠકનો પ્રારંભ

- Advertisement -

દેશમાં ફરી વકરી રહેલાં કોરોનાને લઇને ચિંતિત બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના તમામ રાજયોનાં મુખ્યમંત્રીઓ સાથે મંથન કરી રહયા છે. વિડીયો કોન્ફરન્સ મારફત વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિને લઇને વાર્તાલાપ શરૂ કર્યો છે. ખાસ કરીને જે રાજયોમાં કોરોના કેસની સંખ્યામાં જબ્બર ઉછાળો આવ્યો છે તેવા રાજયોમાં કયા-કયા પગલાં લેવા તે અંગે વડાપ્રધાન મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. આ રાજયોએ બનાવેલી યોજનાઓ અંગે જાણકારી મેળવશે અને કેન્દ્ર તરફથી જરૂરી સલાહ સૂચનો પણ કરવામાં આવશે. બપોરે 12 વાગ્યા બાદ વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે બેઠક શરૂ કરી હતી. દેશમાં કોરોના વાયરસ સામે રસીકરણ શરૂ કર્યા બાદ વડાપ્રધાન પહેલી વખત જ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી રહયા છે. આ બેઠકમાં રસીકરણ પ્રક્રિયામાં ઝડપ લાવવા તેમજ તેમાં આવનારી સમસ્યાઓ ઉપર ચર્ચા કરવામાં આવી શકે છે.

- Advertisement -

બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહયા છે. કેન્દ્ર સરકાર તેને કોરોનાની બીજી લહેરની શરૂઆત ગણાવી રહી છે. આ સંક્રમણને અટકાવવા માટે પણ બેઠકને અંતે પગલાંઓની જાહેરાત થઇ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular