દ્વારકા એસઓજી દ્વારા ભાણવડ વિસ્તારમાંથી કુલ 198 કિલો શંકાસ્પદ ભેળસેળ યુકત ઘીનો જથ્થો ઝડપી લઇ સીઝ કર્યો હતો અને ઘીના સેમ્પલો પરિક્ષણ માટે મોકલી પરિક્ષણ બાદ આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવશે.
દ્વારકા એસઓજીના એએસઆઇ ઇરફાન ખીરા તથા હેકો.નિલેશ કારેણાને ભાણવડમાં દરિયા સ્થાન ચોકમાં આવેલ જયસુખલાલ છગનલાલ શેઠની દુકાને મે.સંદિપ મસાલા ભંડારમાં ભેળસેળ યુકત દેશી ઘી વેચાણ અર્થે રાખ્યું હોવાની મળેલ બાતમીના આધારે એસઓજી દ્વારા ફુડ સેફટી ઓફિસરની ટીમ સાથે તપાસ કરતાં ભાણવડના દરિયાચોકમાં આવેલ બાતમીવાળી દુકાનમાંથી તપાસ કરતાં 12 એલ્યુમિનિયમના દેશી ઘી ભરેલાં કિટલાં મળ્યા હતાં. જે તમામ કિટલાંમાંથી ફુડ સેફટી ઓફિસરે કુલ 4 સેમ્પલો લઇ બાકીનો રૂપિયા 1,02,960ની કિંમતનો 198 કિલો ઘીનો જથ્થો જે તે સ્થિતિમાં સિઝ કર્યો હતો. આ ઘીના સેમ્પલો પરિક્ષણ માટે મોકલી પરિક્ષણમાંથી આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ કાર્યવાહી એસઓજીના પીઆઇ પી.સી.સિંગરખિયા, એએસઆઇ ઇરફાન ખીરા, હેકો. દિનેશભાઇ માડમ, નિલેશભાઇ કારણા, પો.કો. પબુભાઇ માયાણી, તથા ખેતશીભાઇ મુન દ્વારા કરવામાં આવી હતી.