Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં વધુ બે કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો

જામનગર શહેરમાં વધુ બે કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો

ગુલાબનગર વિસ્તારમાંથી બે કિલો ગાંજા સાથે ચોટીલાનો શખ્સ ઝબ્બે : એસઓજીની ટીમે રીક્ષા સહિત એક લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો : સુરતના શખ્સ પાસેથી ખરીદી જામનગરમાં વેચાણ માટે આવતા સમયે ઝડપાયો

- Advertisement -

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકિનારેથી નશિલા પદાર્થ ઘૂસાડવાનો ષડયંત્ર વર્ષોથી ચાલ્યું આવે છે. પરંતુ હાલમાં જ પોલીસ દ્વારા હાલારમાંથી કરોડોની કિંમતનો નશીલો પદાર્થ ઝડપી લેવામાં આવ્યા છે અને જામનગર શહેરમાંથી એસઓજીની ટીમે વધુ એક શખ્સને બે કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લઇ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

હાલારનો દરિયાકિનારો ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે કુખ્યાત બની ગયો છે. વર્ષો અગાઉ આ દરિયાકિનારાનો ઉપયોગ સોનાની દાણચોરીમાં કરવામાં આવતો હતો અને હાલમાં જ આ દરિયાકિનારેથી નશીલા પદાર્થો ઘૂસાડવાનું આંતરરાષ્ટ્રીય કાવતરુ કરવામાં આવે છે તેમાં ખાસ કરીને પાકિસ્તાન દ્વારા નશીલા પદાર્થ ભારતમાં ઘૂસડાવામાં આવે છે. છેલ્લાં થોડાંક સમયથી આ દરિયાકિનારેથી ઘૂસાડવામાં આવતા કરોડોની કિંમતના નશીલા પદાર્થો પોલીસની સતર્કતાને કારણે ઝડપી લેવામાં આવ્યાં છે અને આ પ્રકરણમાં આંતરરાષ્ટ્રીય કનેકશનો ખૂલ્યા હતાં. ત્યારે જામનગર શહેરમાં એસઓજીના હેકો રમેશ ચાવડા અને પોકો સોયબ મકવાને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એસઓજીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આર.વી. વીંછી તથા સ્ટાફ દ્વારા ગુલાબનગર વિસ્તારમાં વોચ ગોઠવી હતી.

દરમિયાન ગુલાબનગરમાં મંગલમૂર્તિ પેટ્રોલપંપની સામેના માર્ગ પરથી પસાર થતી બાતમી મુજબની રીક્ષાને એસઓજીની ટીમે આંતરીને તલાસી લેતા આકાશ કાળુ નાધોણા (રહે. ચોટીલા જલારામ મંદિર પાછળ આવાસ કોલોની જી. સુરેન્દ્રનગર, મૂળ ગીતાનગર પડધરી, જી. રાજકોટ) નામના શખ્સને રૂા.20 હજારની કિંમતના બે કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો તેમજ એસઓજીએ પૂછપરછ હાથ ધરતા આ ગાંજાનો જથ્થો સુરતમાં રહેતાં પિંકુભાઈ મો.9316267431 નામના શખ્સ પાસેથી ખરીદીને જામનગરમાં રહેતાં અલી અબ્બુ બ્લોચ મકરાણી મો.8401313125 નામના શખ્સને વેંચાણ કરવા જતો હોવાની કેફિયત આપી હતી. જેથી એસઓજીની ટીમે આકાશને રૂા.3000 ની રોકડ, એક રીક્ષા અને બે કિલો ગાંજાનો જથ્થો મળી કુલ રૂા.1,03,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular