કાલાવડ તાલુકાના ગુંદા ગામના બસ સ્ટેન્ડની સામેના વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઇડ દરમિયાન રૂા.55000 ની કિંમતની 110 બોટલ દારૂ કબ્જે કરી શખ્સની શોધખોળ માટે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, કાલાવડ તાલુકાના ગુંદા ગામમાં આવેલા બસ સ્ટેન્ડની સામેના વિસ્તારમાં રહેતાં વિરમદેવસિંહ ઉર્ફે પિન્ટુભા અનોપસિંહ જાડેજા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે રેઈડ દરમિયાન મકાનની તલાસી લેતા તેમાંથી રૂા.55000ની કિંમતની 110 નંગ દારૂ મળી આવતા કબ્જે કર્યો હતો અને પોલીસે વિરમદેવસિંહની શોધખોળ માટે તપાસ આરંભી હતી.