દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકના એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના દેવશીભાઇ ગોજીયા, ભરતભાઇ ચાવડા અને અરજણભાઈ મારુને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી, કલ્યાણપુર તાલુકાના હાલ રણજીતપુર ગામે રહેતા નગા સુમાતભાઈ ગોરીયા નામના આહીર શખ્સ દ્વારા પોતાના ગુરગઢ ગામે આવેલા રહેણાક મકાનમાં છૂપાવવામાં આવેલો રૂા. 1,43,600 ની કિંમતની 359 બોટલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન આરોપી શખ્સ પોલીસને હાથ લાગ્યો ન હતો. જેથી પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ કલ્યાણપુરના પીએસઆઈ એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. વિદેશી દારૂ દરોડાની આ કાર્યવાહી એલસીબી પીઆઈ જે.એમ. ચાવડાની રાહબરી હેઠળ પીએસઆઈ એસ.વી. ગળચર તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
કલ્યાણપુરના ગુરગઢ ગામમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
રૂા.1.43 લાખની કિંમતની 359 બોટલ કબ્જે : નાશી ગયેલા બુટલેગરોની શોધખોળ