Saturday, April 19, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

જામનગર શહેરમાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર મારુ કંસારા હોલની પાછળના વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી પોલીસે તલાસી લેતા 5 બોટલ દારૂ કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી છે. લાલપુર તાલુકાના હરીપર ગામમાંથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની બોટલ મળી આવતા તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા મારુ કંસારા હોલની પાછળ મંગલધામ સોસાયટીમાં રહેતાં રમેશ ઉર્ફે રમલો નવીન નંદાના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મકાનની તલાસી લેતા તેમાંથી રૂા.2500 ની કિંમતની પાંચ બોટલ દારૂ મળી આવતા કબ્જે કરી નાશી ગયેલા રમેશ ઉર્ફે રમલા ને ઝડપી લેવા શોધખોળ આરંભી હતી. બીજો દરોડો, લાલપુર તાલુકાના હરીપર ગામમાંથી પસાર થતા મનસુખ કારા પરમાર નામના શખ્સને સ્થાનિક પોલીસે તલાસી લેતા તેની પાસેથી રૂા.500 ની કિંમતની એક બોટલ દારૂ મળી આવતા મનસુખની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular