Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારજામનગર તાલુકાના ખંભાલિડા ગામમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

જામનગર તાલુકાના ખંભાલિડા ગામમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

મકાનમાંથી દેશી અને કારમાંથી ઇંગ્લીશ દારૂ ઝડપાયો : પોલીસે કાર અને દારૂના જથ્થા સહિત રૂા.1.54 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

- Advertisement -

જામનગર તાલુકાના ખંભાલિડા ગામમાં રહેતાં શખ્સના દુકાનમાંથી પોલીસે તલાસી લેતાં 30 લીટર દેશી દારૂ અને પાર્ક કરેલી અલ્ટો કારમાંથી રૂા.4,000ની કિંમતની દારૂની 8 બોટલો મળી આવતાં પોલીસે દારૂ અને કાર સહિત રૂા.1,54,600નો મુદ્દામાલ કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી.

- Advertisement -


આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના ખંભાલિડા ગામના મોટાવાસ વિસ્તારમાં રહેતા પરાક્રમસિંહ ઉર્ફે પકો સાવજુભા જાડેજા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પંચ-એ પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન મકાનની તલાસી લેતાં રૂા.600ની કિંમતનો 30 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. તેમજ પાર્ક કરેલી જીજે-10-ડીએ-6417 નંબરની અલ્ટો કારની તલાસી લેતાં તેમાંથી રૂા.4000ની કિંમતની દારૂની 8 બોટલ મળી આવતાં પોલીસે રૂા.1.50 લાખની કિંમતની કાર અને ઇંગ્લીશ તથા દેશી દારૂના જથ્થા સહિત કુલ રૂા.1,54,600નો મુદ્દામાલ અને શખ્સનું આધારકાર્ડ તથા લાયસન્સ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલાં પરાક્રમસિંહની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular