જામનગર શહેરના કિસાન ચોક વિસ્તારમાં રહેતાં શખ્સની માલિકીની રીક્ષામાં તલાસી લેતા તેમાંથી રૂા.30 હજારની કિંમતની દારૂની 75 બોટલ મળી આવતા પોલીસે દારૂ અને રીક્ષા સહિત 80 હજારનો મુદ્દામાલ કબ્જે આરોપીની શોધખોળ આરંભી હતી. જામનગરના રણજીતસાગર રોડ પરથી પસાર થતા શખ્સની તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની ત્રણ બોટલો મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનરગ શહેરના કિસાન ચોક વિસ્તારમાં રહેતાં ઉમેશ ઉર્ફે બાબલી પ્રકાશ નાખવા નામના શખ્સના ઘર પાસે પાર્ક કરેલી તેની જીજે-10-ટીડબલ્યુ-6305 નંબરની વાસ્પા રીક્ષાની એલસીબીની ટીમે તલાસી લેતા તેમાંથી રૂા.30 હજારની કિંમતની દારૂની 75 બોટલો મળી આવતા પોલીસે દારૂ અને રીક્ષા સહિત રૂા.80 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગુનો નોંધી બુટલેગરની શોધખોળ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા મારૂ કંસારા નજીક થી પસાર થતા ટેકસુદા ઉર્ફે બબલુ રૂપનારાયણ વિશ્ર્વકર્મા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1500 ની કિંમતની દારૂની ત્રણ બોટલ મળી આવતા શખ્સની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.