જામનગર શહેરના ગુલાબનગર પાસેના રવિ પાર્ક વિસ્તારમાં રહેતા શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે તલાસી લેતા રૂા.7500 ની કિંમતની દારૂની 15 બોટલ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગરમાં આવેલા રવિ પાર્ક વિસ્તારમાં રહેતાં અફઝલ ઉર્ફે ઉંચો સલીમ જોખિયા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.7500 ની કિંમ્તની 15 બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી નાશી ગયેલા અફઝલની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.