ધ્રોલ ગામમાં આવેેલા રહેણાંક મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન એક શખ્સને ઝડપી લઇ દારૂની 70 બોટલો કબ્જે કરી સપ્લાયરની સંડોવણી ખુલતા તેની શોધખોળ માટે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતાં ઈરફાનના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.35000 ની કિંમતની દારૂની 70 બોટલો મળી આવતા ઈરફાન ઉર્ફે પપ્પુ અબ્દુલ રજાક રફાઈ નામના શખ્સને દારૂના જથ્થા સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો કચ્છના ગાંધીધામમાં રહેતા રંગસિંહ પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા પોલીસે રંગસિંહની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.