જામનગરના પટેલ કોલોની શેરી નં.9 મા પાર્ક કરેલી કારમાંથી પોલીસે તલાસી લેતા રૂા.26000ની કિંમતની બાવન બોટલ દારૂ મળી આવતા શખ્સની શોધખોળ આરંભી હતી. દિગ્વીજય પ્લોટ 58 વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી એલસીબીની ટીમે છ બોટલ દારૂ કબ્જે કરી બાવાજી શખ્સની શોધખોળ માટે તપાસ આરંભી હતી.
પ્રથમ દરોડો, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9/2 વિસ્તારમાં પાર્ક કરેલી જીજે-10-એપી-3178 નંબરની અલ્ટો કારની તલાસી લેતા તેમાંથી રૂા.26,000ની કિંમતની બાવન બોટલ દારૂ મળી આવતા પોલીસે બે લાખની કાર અને દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી સહદેવસિંહ ઉર્ફે શકિતદાન મનહરદાન ગઢવી નામના શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. બીજો દરોડો,જામનગરના દિગ્વીજય પ્લોટ 58 વિસ્તારમાં શાંતિનિકેતન એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી રૂા.2400 ની કિંમતની દારૂની છ બોટલો મળી આવતા એલસીબીએ હિરેન કિશોર બાવાજી નામના શખ્સની શોધખોળ માટે તપાસ હાથ ધરી હતી.
જામનગરના પટેલ કોલોનીમાં કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
26 હજારની કિંમતની બાવન બોટલ કબ્જે : શખ્સની શોધખોળ : દિ.પ્લોટ 58 માં એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી દારૂની છ બોટલો કબ્જે