જામનગર તાલુકાના ખંભાલિડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી વોકસવેગન પોલો કારને આંતરવાનો પ્રયાસ કરતાં ચાલક કાર મૂકી નાશી ગયો હતો. ત્યારબાદ પોલીસે તલાસી લેતા કારમાંથી દારૂની ચાર બોટલ અને બીયરના છ ટીન મળી આવતા કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ખંભાલિડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી એમએચ-02-વાયબી-0791 નંબરની વોકસવેગન કારને પંચ એ પોલીસ સ્ટાફે આંતરવાનો પ્રયાસ કરતા ચાલક કાર મૂકીને નાશી ગયો હતો. ત્યારબાદ પોલીસે કારની તલાસી લેતા કારમાંથી રૂા.1600 ની કિંમતની દારૂની ચાર બોટલ અને રૂા.720ની કિંમતના બીયરના છ ટીન તથા રૂા.10 હજારની કિંમતનો એક મોબાઇલ અને આધાર કાર્ડ તથા રૂા.1 લાખની કિંમતની કાર સહિત રૂા.1,12,320 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી પરાક્રમસિંહ ઉર્ફે પકો જાડેજા નામના શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.