જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામના પાટિયા નજીક આવેલા એક કારખાનામાંથી પોલીસની રેઇડ દરમ્યાન સસ્તા અનાજની દુકાનના ચોખાનો જથ્થો મળી આવતા પોલીસે આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામજોધપુર પોલીસ રાત્રી ના સમયે પેટ્રોલિંગ હતી અને ટ્રકમાંથી માલ ઉતરી રહ્યો હોવાની મળેલી બાતમીના આધારે કોટડા બાવીસી ગામના પાટિયા નજીક આવેલાં વ્રજ ફુડ પ્રોડકટસ નામના કારખાનામાંથી તપાસ કરતાં સસ્તા અનાજની દુકાનના 301 નંગ ચોખના કટા મળી આવતા પોલીસને આ ચોખાના પુરાવાઓ ન મળતાં આ જથ્થો અને રૂપિયા 5 લાખની કિંમતનો ટ્રક કબજે કરી આ અંગે જાણ કરતા જામજોધપુર મામલતદાર ધર્મેશ કાછડ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી સસ્તા અનાજના રૂા.2 લાખની કિંમતના 301 નંગ ચોખાના કટા અને રૂા.5 લાખની કિંમતનો ટ્રક મળી સહિત કુલ રૂા.7 લાખની કિંમતનો મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કોટડાબાવીસી નજીકના કારખાનામાંથી સરકારી ચોખાનો જથ્થો સીઝ કરાયો
પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન વ્રજ ફુડ પ્રોડકટસમાંથી 301 ચોખાના કટા કબજે : બે લાખની કિંમતના ચોખા અને પાંચ લાખની કિંમતના ટ્રક સહિત 7 લાખનો મુદ્દામાલ કબજે: જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરાઇ