કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા હેમત ઉર્ફે હેમો રામશીભાઈ શાખરા નામના 24 વર્ષના ગઢવી યુવાન દ્વારા છુપાવીને રાખવામાં આવેલો રૂા. 6,400 નો કિંમતનો 16 બોટલ વિદેશી દારૂ તેમજ રૂા.10 હજારની કિંમતના એક મોબાઇલ ફોન અને રૂા. 30,000 ની કિંમતની જીજે-37-એચ-5344 નંબરની મોટરસાયકલ મળી કુલ રૂા.46,400 ના મુદ્દામાલ સાથે સ્થાનિક પીએસઆઈ એફ.બી. ગગનીયા તથા સ્ટાફે આરોપી હેમત ઉર્ફે હેમો ગઢવીની અટકાયત કરી, પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.