જામનગરમાં કાલિંદી સ્કૂલ પાસે નંદનવન શેરી નંબર-2 માંથી એક ઓટો રીક્ષામાંથી 107 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપી લઇ પોલીસે કુલ રૂા.1,58,197 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલિંદી સ્કૂલ પાસે નંદનવન શેરી નંબર-2 માં એક બિનવારસુ લીલા કલરની ઓટો રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો હોવાની જામનગર સિટી એ ના પો.કો. ઋષિરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા તથા રવિભાઈ શર્માને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સિટી એ ના પીઆઈ એન.એ.ચાવડા, હેકો. નરેન્દ્રસિંહ ઝાલા, દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન જીજે-08-વાય-4393 નંબરની ઓટોરીક્ષામાંથી અલગ અલગ બ્રાન્ડની રૂા.58,197 ની કિંમતની 107 નંગ દારૂની બોટલો ઝડપી લીધી હતી. તેમજ દારૂની બોટલ તથા રીક્ષા સહિત કુલ રૂા.1,58,197 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી રીક્ષાચાલકની શોધખોળ હાથ ધરી હતી.