જામનગર શહેરમાં ઢીચડા રોડ પર આવેલા સેનાનગરમાં રહેતા શખ્સના મકાનમાં દારુનો જથ્થો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઇડ દરમિયાન તલાસી લેતાં રૂા. 68000ની કિંમતની 170 બોટલ દારુ મળી આવતાં પોલીસે શખ્સની શોધખોળ આરંભી હતી. ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના રહેણાંક મકાનમાંથી સ્થાનિક પોલીસે 52 બોટલ દારુ સાથે શખ્સને ઝડપી લીધો હતો. ધ્રોલ તાલુકાના પીઅવા ચોકડી પાસેથી પોલીસે દારુની બોટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દારુ અંગેના દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં ઢીચડા રોડ પરના સેનાનગર વિસ્તારમાં રહેતાં રાહુલ ભીખુ સિંગરખીયાના રહેણાંક મકાનમાં દારુનો જથ્થો હોવાની એલસીબીના કિશોર પરમાર, વનરાજ મકવાણા અને ધાના મોરીને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન તલાસી લેતાં મકાનમાંથી રૂા. 68000ની કિંમતની 170 બોટલ ઇંગ્લીશ દારુ મળી આવતાં એલસીબીએ દારુ કબજે કરી શખ્સની શોધખોળ આરંભી હતી.
બીજો દરોડો ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામમાં રહેતાં આશિષ ખીમજીભાઇ વઘેરાના મકાનમાં દારુનો જથ્થો હોવાની હેકો રાજેશ મકવાણા અને કલ્પેશ કામરીયાને મળેલી બાતમીના આધારે પીએસઆઇ પી.જી. પનારા, હેકો રાજેશભાઇ મકવાણા, પોકો કલ્પેશભાઇ કામરીયા, નાગજીભાઇ ગમારા અને અનિલભાઇ સોઢીયા સહીતના સ્ટાફે રેઇડ દરમિયાન મકાનની તલાસી લેતાં મકાનમાંથી રૂા. 26000ની કિંમતની 52 બોટલ દારુ મળી આવતાં પોલીસે આશિષ વઘેરાની ધરપકડ કરી એક મોબાઇલ સહિત 29 હજારનો મુદામાલ કબજે કરી પૂછપરછ હાથ ધરતાં આ દારુનો જથ્થો ઝાંખર ગામના પાર્થ મકવાણાએ આપ્યો હોવાની કેફિયતના આધારે પોલીસે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો ધ્રોલ તાલુકાના પીઅવા ચોકડી પાસેથી પસાર થતાં ડાયા ખીમા બાંભવા નામના શખ્સને આંતરીને તલાસી લેતાં તેની પાસેથી રૂા. 500ની કિંમતની દારુની બોટલ મળી આવતાં ધરપકડ કરી હતી.