કાલાવડમાં ધોરાજી રોડ પરથી પસાર થતી બોલેરો વાહનને સ્થાનિક પોલીસને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.33,250 ની કિંમતના 475 લીટર બાયોડીઝલનો જથ્થો કબ્જે કરી વધુ તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ કાલાવડમાં ધોરાજી રોડ પર બાપાસીતારામની મઢુલી નજીક પો.કો. નવલ આસાણી અને સંજય બાલીયાને મળેલી બાતમીના આધારે પીઆઈ એચ.વી. પટેલ,એએસઆઈ એમ ડી પરમાર, પો.કો. મયુરસિંહ જાડેજા, સંજય બાલીયા, નવલ આસાણી અને હાર્દિકપરી ગોસાઈ સહિતના સ્ટાફે જીજે-10-ટીએકસ-2301 નંબરના બોલેરો પીકઅપ વાહનની તલાસી લેતા તેમાંથી રૂા.33,250 ની કિંમતનો 475 લીટર બાયોડીઝલનો જથ્થો અને ત્રણ લાખની કિંમતની બોલેરો વાહન સહિત કુલ રૂા.3,32,250 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.