Friday, December 13, 2024
Homeરાજ્યજામનગરલાલપુરના આરબલુસ નજીક અકસ્માત થયેલી કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

લાલપુરના આરબલુસ નજીક અકસ્માત થયેલી કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

ચાલકે કાબુ ગુમાવતા કાર થાંભલા સાથે અથડાઈ: 230 બોટલ દારૂ મળી આવ્યો!: ચાલક કાર મુકી પલાયન : પોલીસ દારૂ અને કાર કબ્જે કર્યા

- Advertisement -

લાલપુર તાલુકાના આરબલુસ ગામમાંથી પસાર થતી નંબર વગરની આઈ-20 કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા થાંભલા સાથે અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ચાલક કાર મુકી પલાયન થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા કારમાંથી દારૂની બોટલનો જથ્થો મળી આવતા વધુ તપાસ હાથ ધરી હતી. જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.5 માં આવેલા રહેણાંક મકાનમાંથી દારૂની બોટલો મળી આવતા પોલીસે શખ્સની શોધખોળ આરંભી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના આરબલુસ ગામની સીમમાં નકટા પાવરિયા પાસેથી બુધવારે સવારના સમયે પસાર થતી નંબર વગરની આઈ-20 કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર થાંભલા સાથે અથડાતા અકસ્માત થયો હતો. ત્યારબાદ ચાલક કાર મુકી નાશી ગયો હતો. અકસ્માતના બનાવની જાણ થતા પીએસઆઈ ડી.એસ.વાઢેર તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરતા નંબર વગરની આઈ-20 કારમાંથી જુદી જુદી બનાવટની રૂા.1,15,000ની કિંમતની 230 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે રૂા.3 લાખની કિંમતની આઈ-20 કાર અને રૂા.1,15,000 નો દારૂ મળી કુલ રૂા.4,15,000નો મુદ્દામાલ કબ્જે કરી એમ.એ.એલ.બી.એમ. 51 આર એલ જી એમ 210199 તથા એન્જીન નંબર ડી ફોર એફ સી જી એમ 018967 નંબરના આધારે પોલીસે કારના નંબર મેળવવા અને નંબર વગરની કારના ચાલક વિરૂધ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધ શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

જામનગર શહેરના પટેલકોલોની શેરી નં.5 અને રોડ નં.1-2 વચ્ચે આવેલા સચિન વિનોદ સીપરિયાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી બી ડીવીઝન સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.2500 ની કિંમતની 5 નંગ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે સચિનની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરી દારૂ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular