જામનગરમાં નવા સ્મશાન પાસેના બેઠાં પુલ પરથી પસાર થતાં છોટા હાથીને એલસીબીની ટીમે આંતરીને તલાશી લેતાં તેમાંથી રૂા.1,19,200ની કિંમતની 298 નંગ દારૂની બોટલ સાથે કબ્જે કરી બુટલેગરની શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરના શિવપાર્ક નવી સ્મશાન પાસેના બેઠા પુલ નજીક દારૂનો જથ્થો ભરેલું વાહન હોવાની એલસીબીના પો.કો.અજયસિંહ ઝાલા, હેકો. યશપાલસિંહ જાડેજા અને હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઇ કે.જે.ભોયે તથા ટીમે રેઇડ દરમ્યાન જીજે.10.ટીએકસ.6774 નંબરના છોટાહાથી વાહનની તલાશી લેતાં તેમાંથી રૂા.1,19,200ની કિંમતની દારૂની 298 બોટલ મળી આવતાં એલસીબીની ટીમે છોટાહાથી અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.4,19,200ની કિંમતનો મુદ્ામાલ કબ્જે કરી વાહન નંબરના આધારે માલિક અને બુટલેગરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.