કાલાવડ તાલુકાના પીઠડિયા ગામ નજીક પોલીસને જોઇ ઈનોવા કારનો ચાલક કાર મુકી નાશી ગયો હતો. બાદમાં પોલીસે કારની તલાસી લેતા તેમાંથી 203 બોટલ દારૂ અને 48 નંગ બીયરના ટીન મળી આવતા પોલીસે દારૂ-બીયરનો જથ્થો અને ચાર લાખની કિંમતની કાર મળી કુલ રૂા.5,11,100 નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરોની શોધખોળ આરંભી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, કાલાવડ તાલુકાના પીઠડીયા ગામ નજીકથી પસાર થતી કારમાં દારૂ હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન કાર પસાર થતા પોલીસને જોઇ ચાલક કાર મૂકી નાશી ગયો હતો. બાદમાં પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે જીજે-12-સીપી-3633 નંબરની કચ્છ પાસીંગની ઈનોવા કારની તલાસી લેતા તેમાંથી રૂા.1,01,500 ની કિંમતની 203 બોટલ દારૂ અને રૂા.9600 ની કિંમતના 48 નંગ બીયરના ટીન સહિત રૂા.1,11,100 ની કિંમતનો દારૂ-બીયરનો જથ્થો અને રૂા.4 લાખની કિંમતન ઈનોવા કાર મળી કુલ રૂા.5,11,100 નો મુદ્દામાલ કબ્જે કરી કારના ચાલક જયદિપસિંહ બલભદ્રસિંહ ઝાલા સહિતના શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.