Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના આશાસ્પદ યુવાનને હૃદયરોગ ભરખી ગયો

જામનગરના આશાસ્પદ યુવાનને હૃદયરોગ ભરખી ગયો

- Advertisement -

જામનગર શહેરમાં રહેતાં અને મૂળ અલિયાબાડાના વતની એવા યુવાનને હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લાં ઘણાં સમયથી યુવાનોના હાર્ટએટેકના કારણે મોત થવાની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ ગંભીર બાબતમાં મોટાભાગે 20 વર્ષથી 50 વર્ષના યુવાનોનો હૃદયરોગમાં ભોગ લેવાતો હોય છે. એક પછી એક યુવાનોના મોત નિપજવાની ઘટનાથી યુવાનોમાં ભય ફેલાઈ ગયો છે. ત્યારે વધુ એક યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત નિપજવાની ઘટનામાં મુળ અલિયાબાડાના વતની અને હાલ જામનગર શહેરમાં રહેતાં પ્રફુલ્લભાઈ જમનાદાસ સોનછાત્રા નામના પ્રૌઢના પુત્ર સોહનભાઈ સોનછાત્રા (ઉ.વ.32) નામના યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો આવતા બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. યુવાનના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular