જામનગરના સિંધી સમાજ દ્વારા અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જામનગર શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરના નાનકપુરીથી બાલા હનુમાન મંદિર સુધી પગપાળા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિંધી સમાજના હોદ્ેદારો, કાર્યકરો તેમજ સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં અને શોભાયાત્રા દરમિયાન જયશ્રીરામનો નાદ ગુંજી ઉઠયો હતો.