જામનગરમાં પંચાયતનગર એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત દેવ ક્રિકેટ કલબ કર્મચારીનગર-લાલપુર બાયપાસ પાસે ખાનગી સીઝન બોલની વિકેટ બનાવી ક્રિકેટરોને પ્રેકિટસ માટે મુકવામાં આવી છે.
જામનગરમાં સીઝન બોલની પ્રેકિટસ અને મેચ રમવા માટે ફકત ક્રિકેટ બંગલો અને પોલીસ હેડકવાર્ટર જ હતાં. જે બંને સરકારી હોવાથી અહીં ખાનગી પ્રેકિટસ કરવાનો કોઇ અવકાશ રહેતો ન હતો. આથી ક્રિકેટ રમવા માંગતા યુવા ક્રિકેટરો માટે જામનગરના કર્મચારીનગરમાં સીઝન બોલની વિકેટ બનાવવામાં આવી છે. રૂા.30 લાખના ખર્ચે નિર્માણ કરાયેલ આ સીઝન બોલની ક્રિકેટ પીચનો શનિવારથી પ્રારંભ થયો હતો. આ તકે પત્રકાર મિલન તેમજ ક્રિકેટ મેચ પણ યોજાઈ હતી. આ સમગ્ર આયોજન માટે પંચાયતનગર એજ્યુકેશન અને સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટના એમ.ડી. દેવેન્દ્રસિંહ પરમાર, કારોબારી સભ્ય એન.યુ. સોરઠીયા, બી.બી.પરમાર સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.