સલાયામાં ગઇકાલે સાંજે જઇ રહેલી જાનમાં આખલો આવી ચઢતા ભયના માર્યા લોકોમાં ભાગમભાગ થઇ પડી હતી. જેના કારણે જાનૈયાઓમાં નાશભાગ મચી જવા પામી હતી. સાતથી આઠ જેટલા જાનૈયાઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત જાનૈયાઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. જે પૈકી બે વ્યક્તિઓને વધુ સારવાર માટે ખંભાળિયા હોસ્પિટલ ખસેડાયા હતા.
સલાયામાં ગઈકાલે સાંજે લગ્નની જાન બજારમાં જઈ રહી હતી. દરેક લોકો પ્રસંગમાં ડીજેના તાલે નાચતા હતા. દરમ્યાન અચાનક એક આખલો આ જાનમાં ધસી આવ્યો હતો. જેથી જાનૈયાઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જેમાં મચેલી ભાગદોડમાં 7 થી 8 જેટલા લોકોને નાની મોટી ઇજા થવા પામી હતી. આ પૈકી બે લોકોને વધુ સારવારઅર્થે ખંભાળિયા ખસેડાયા હતા. હાલ બન્ેનીસ્થિતિ સારી છે. પણ આ આખલાના આતંકથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. તંત્ર પાસે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે.
View this post on Instagram


