Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરમોરબી દુર્ઘટનાના મૃતકોને રાજકીય શ્રધ્ધાંજલિ

મોરબી દુર્ઘટનાના મૃતકોને રાજકીય શ્રધ્ધાંજલિ

જામનગરમાં ભાજપ યુવા મોરચાએ કેન્ડલ પ્રજ્વલિત કરી, તો કોંગ્રેસે બાલા હનુમાન મંદિરેથી મૌન કેન્ડલ માર્ચ યોજી મૃતકોને આપી શ્રધ્ધાંજલિ

- Advertisement -

જયારે પણ કોઇ મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે રાજકીય પક્ષોની સંવેદના અચાનક ફૂટી નિકળે છે. દુર્ઘટના બાદ આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે રાજકીય પક્ષો દુર્ઘટનાને પીડિત પરિવારોને સાંત્વના પાઠવવા તથા મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમો યોજતા હોય છે. મોરબીની પુલ દુર્ઘટના બાદ જામનગરમાં પણ મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસે ચૂંટણીના માહોલ વચ્ચે દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. યુવા ભાજપના કાર્યકરોએ મૃતકોના માનમાં કેન્ડલ પ્રજ્વલિત કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ મોરબીના હતભાગીઓને શ્રધ્ધાંજલિ પાઠવવા કેન્ડલ માર્ચ યોજી હતી.

- Advertisement -

મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોની આત્માની શાંતિ અર્થે જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ગઇકાલે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા ભાજપના કાર્યકરોએ કેન્ડલ માર્ચ યોજી મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પી હતી. જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે જિલ્લા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેન્ડલ માર્ચ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. આ તકે જિલ્લા ભાજપ મિડીયા સેલના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમાર સહિતના જિલ્લા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

મોરબીમાં આવેલ ઝુલતો પુલ તૂટી જતાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતાં. આ દુ:ખદ દુર્ઘટનાને અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરની સૂચના અનુસાર જામનગર શહેર-જિલ્લા સમિતિ દ્વારા મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઇકાલે સાંજે જામનગર શહેરના બાલા હનુમાન મંદિરથી હવાઇ ચોકમાં આવેલ શહિદ ભગતસિંગની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ યોજી મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા, પ્રદેશ મહિલા મહામંત્રી સહારાબેન મકવાણા, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, ધવલભાઇ નંદા ઉપરાંત કર્ણદેવસિંહ જાડેજા, બિપેન્દ્રસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ, આગેવાનો, કોર્પોરેટરો, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો તેમજ શહેર-જિલ્લા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular