Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતહેડક્લાર્કના પેપરલીક કાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઈ, 6ની ધરપકડ

હેડક્લાર્કના પેપરલીક કાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઈ, 6ની ધરપકડ

તપાસ માટે પોલીસે 24 ટીમ બનાવી : ભૂતકાળમાં ક્યારેય દાખલ ન થઇ હોય તેવી કલમો આ ગુન્હેગારો સામે દાખલ કરવામાં આવશે: ગૃહ રાજ્યમંત્રી

રવિવારના રોજ લેવાયેલ હેડક્લાર્કનું પેપર લીક થવા મામલે આખરે પોલીસે ફરિયાદ નોંધી છે. અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ જણાવ્યું હતું કે રાજ્યમાં યોજાયેલી હેડકલાર્કની પરીક્ષાના પેપર લીક થવા અંગેના સમાચાર સંદર્ભે મંડળને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી.ત્યારે આજે રોજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે હેડક્લાર્કની આ પરીક્ષામાં 88હજાર ઉમેદવારોએ ભાગ લીધો હતો. તેમના પરિવારનું ભવિષ્ય અમે બગડવા નહી દઈએ અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -

હેડક્લાર્કનું પેપર લીક થવા મુદ્દે સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અને 6 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. પેપરલીક કાંડના મુખ્ય 10 આરોપીઓ સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. હિંમતનગરનો ધ્રુવ, વદરાડના ચિંતન પટેલ,કાણીયોલના કુલદીપ પટેલ, ન્યુ રાણીપના મહેશ પટેલ, હિમતનગર ના દર્શન વ્યાસ, કુંડોલના સુરેશ પટેલ  સહીત 10 શખ્સો પેપરલીકના આરોપીઓ છે.  ભૂતકાળમાં ક્યારેય દાખલ ન થઇ હોય તેવી કલમો આ ગુન્હેગારો સામે દાખલ કરવામાં આવશે તેમ ગૃહમંત્રીએ જણાવ્યું હતું ઉપરાંત ઉમેદવારોને ફાર્મ હાઉસથી હોટેલમાં લઇ જવાયા હતા. એક જ જીલ્લામાં 3 જગ્યાએ ઉમેદવારોના ગ્રુપ બનાવીને હેડ ક્લાર્કનું પેપર સોલ્વ કરવામાં આવ્યું હતું. પેપર કઈ જગ્યાએથી લીક થયું તે અંગે તપાસ ચાલુ છે.

ગૃહ રાજ્યમંત્રી હરધ સંધવીએ કહ્યું કે ગૌણ સેવાના માધ્યમથી જ મોટા ભાગની ભારતીઓ થાય છે. અને હેડ ક્લાર્કની પરીક્ષા જે ઉમેદવારોએ આપી તેમને ન્યાય અપાવવાની સપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની છે. અમારી જવાબદારી ગુન્હામાં જે લોકો સંડોવાયેલા છે તેને સજા આપવાની છે અને અમે આ કાર્યવાહી કરી રહ્યા છીએ. હેડક્લાર્ક પરીક્ષાનું પેપર કઈ રીતે લીક થયું તે મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અને પેપરની કાર્યવાહીમાં જોડાયેલા પરીક્ષા લેનારથી પરીક્ષા આપનાર તમામ લોકો ઉપર અમારી 360ડીગ્રી તપાસ ચાલુ છે. લોકોની આશા ન તૂટે તે માટે અમે કાર્યવાહી કરીશું.

- Advertisement -

 

 

- Advertisement -

 

 

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular