જામનગરના ધરારનગરમાં રહેતાં અને મજૂરી કામ કરતા યુવાને વ્યાજે લીધેલા પાંચ હજારની રકમમાં વ્યાજ સહિત 15 હજાર ચૂકવી દીધા છતાં વ્યાજખોરે વધુ રકમની માંગણી કરી માર મારી પઠાણી ઉઘરાણી કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ધરારનગર-1 માં રહેતો અને મજૂરી કામ કરતો ઈસ્માઇલભાઈ ઈબ્રાહિમભાઈ પારારી (ઉ.વ.34) નામના યુવાને પૈસાની જરૂરિયાત હોવાથી બેડીના ઈસાક હારુન સાયચા પાસેથી રૂા.5000 ની રકમ 10% વ્યાજે લીધા હતાં અને આ રકમના વ્યાજ સહિત કટકે-કટકે 15 હજાર ચૂકવી દીધા છતાં વ્યાજખોરે શ્રમિક પાસેથી વધુ રકમની માંગણી કરી માર માર્યો હતો અને રૂપિયા નહીં આપ તો હજુ પણ માર ખાવો પડશે તેવી ધમકી આપી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી. ત્યારબાદ શ્રમિકે વ્યાજખોર વિરૂધ્ધ સિટી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ ઝેડ એમ મલેક તથા સ્ટાફે ગનો નોંધી તપાસ આરંભી હતી.