જામનગર તાલુકાના ખીમલિયા ગામના પાટીયા નજીકથી પસાર થતી સેન્ટ્રો કારને પંચ બી પોલીસે આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.35,952 ની કિંમતના 336 નંગ દારૂના ચપલા મળી આવતા પોલીસે રૂા.1,35,952 નો મુદ્દામાલ કબ્જે કરી જુનાગઢના શખ્સની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
દારૂના દરોડા અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ખીમલિયા ગામના પાટીયાથી ખીમલિયા ગામ જવાના રોડ પર મળેલી બાતમીના આધારી પીએસઆઈ એમ.એ.મોરી તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની કાર પસાર થતી જીજે-05-સીબી-7148 નંબરની સેન્ટ્રો કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.35,952 ની કિંમતના 336 નંગ ઈંગ્લીશ દારૂના ચપલા મળી આવતા પોલીસે એક લાખની કિંમતની કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.1,35,952નો મુદ્દામાલ કબ્જે કરી મુબારખ ઉર્ફે સલીમ ગુલમામદ હોથી (રહે. જૂનાગઢ) નામના શખ્સને ઝડપી લઇ તેના વિરૂધ્ધ ગુનો નોંધી પૂછપરછ આરંભી હતી.