Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરમહિલાઓનો કોન્ટેકટ કરી અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો

મહિલાઓનો કોન્ટેકટ કરી અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો

જામનગર સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપીને પોરબંદરથી દબોચ્યો

- Advertisement -

મહિલાઓનું ઓનલાઈન સ્ટોકીંગ કરી મહિલાઓનો કોન્ટેકટ કરી અંગત ફોટા વાયરલ કરી બદનક્ષીની ધમકી આપતા આરોપીને જામનગર સાયબર સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા પોરબંદરથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર મહિલાઓને ઓનલાઈન સ્ટોકીંગ કરી તેમના નંબર મેળવી અંગત ફોટાને વાયરલ કરવાની બદનક્ષીની ધમકી અપાતી હોવાની અંગેની જામનગર સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપીને ઝડપી લેવા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના હોય નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળની સાયબર ક્રાઈમની ટીમ સાઈબર સર્વેલન્સમાં હતી આ દરમિયાન આરોપીના લોકેશન પોરબંદર ખાતેના આવતા હોય સાયબર ક્રાઈમના હેકો ભગીરથસિંહ જાડેજા, પ્રણવભાઈ વસરા અને પો.કો.વીકીભાઈ ઝાલા પોરબંદર ખાતે તપાસ અર્થે રવાના થયા હતાં જ્યાં આરોપીના લોકેશન આદિત્યાણા ગામ પોરબંદર ચોપાટી ખાતે આવતા હોય ત્રણ દિવસ સુધી સિવિલ કપડામાં છૂપી રીતે પોરબંદરના વિવિધ સ્થળોએ પીછો કરી આરોપી વિશ્વરાજસિંહ જગદીશસિંહ જાડેજા નામના શખ્સને દબોચી લીધો હતો. આરોપી વિરુધ્ધ પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 503 તેમજ જામનગર પંચ બી ડીવીઝનમાં આઈપીસી કલમ 307 મુજબ પણ ગુનો નોંધાયેલ છે.

જો કોઇ અજાણી વ્યક્તિ મિત્રતા કરવા સંપર્ક કરે તો તુરંત સાયબર ક્રાઈમ જામનગરનો સંપર્ક કરવા તેમજ અંગત માહિતી સોશિયલ મીડિયાની સાઈટ ઉપર ન રાખવા અને મોબાઇલ કોઇને વેચો તો મોબાઇલને પહેલા ફેકટરી રીસ્ટોર ફોર્મેટ મારવા જામનગર સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular