Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરપુત્રીને ઘરે લઇ આવ્યાનો ખાર રાખી જમાઈ સહિતના શખ્સો દ્વારા સસરાનું અપહરણ

પુત્રીને ઘરે લઇ આવ્યાનો ખાર રાખી જમાઈ સહિતના શખ્સો દ્વારા સસરાનું અપહરણ

ઈકો ગાડીમાં અપહરણ કરી ધોકા અને પાઈપ વડે હુમલો : ચાર અજાણ્યા સહિતના સાત શખ્સો સામે ફરિયાદ : પોલીસ દ્વારા હુમલાખોરોની શોધખોળ

- Advertisement -

જામનગર શહેરમાં જાગૃતિનગર વિસ્તારમાંથી સાસરીયાઓ દ્વારા પુત્રીને ત્રાસ આપતા પ્રૌઢ તેની પુત્રીને ઘરે લઇ આવ્યા હતાં. જે બાબતનો ખાર રાખી સાત શખ્સોએ પ્રૌઢનું અપહરણ કરી કારમાં લઇ જઇ ધોકા અને પાઈપ વડે હુમલો કર્યો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સોનલનગર વિસ્તારમાં વાછરાડાડાના મંદિરની બાજુમાં રહેતા સીદાભાઈ રામદેભાઈ ગઢવી (ઉ.વ.53) નામના મજુરી કામ કરતા પ્રૌઢની પુત્રીના લગ્ન લાખાબાવળ ઘેલાભા જામ સાથે થયા હતાં અને લગ્નજીવન દરમિયાન પુત્રીને તેણીના પતિ સહિતનાઓ દ્વારા અવાર-નવાર ત્રાસ આપતા હોવાની જાણ થતા પ્રૌઢ તેની પુત્રીને ઘરે પરત લઇ આવ્યાં હતાં. જે બાબતનો ખાર રાખી ગુરૂવારે વહેલીસવારના સમયે સીદાભાઈ પ્રૌઢ કામ પર જતા હતાં તે દરમિયાન જાગૃત્તિનગરના ખુણા પાસે લાખા ઘેલા જામ, વિપુલ કુંભા જામ, હાડુ કરમણ જામ અને ચાર અજાણ્યા સહિતનાઓએ એકસંપ કરી પ્રૌઢને ઈકો ગાડીમાં અપહરણ કરી લઇ જઇ લાકડાના ધોકા અને પાઈપ વડે હાથમાં તથા પગમાં આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી.

ત્યારબાદ પ્રૌઢ મુકત થયા બાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીઆઈ એ.આર. ચૌધરી તથા સ્ટાફે પ્રૌઢના નિવેદનના આધારે સાત શખસો વિરૂધ્ધ રાયોટીંગ અને અપહરણનો ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ માટે તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular