જામનગર શહેરના ઉદ્યોગનગર રોડ પરથી એલસીબીની ટીમે પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.4800 ની કિંમતની 36 બોટલો અને એકટીવ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ઉદ્યોગનગર રોડ પર એફીલ ટાવર પાસેથી એકટીવા પર પસાર થતા શખ્સને મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે આંતરીને દિનેશ વિષ્ણુ નાખવા નામના શખ્સની તલાસી લેતા તેની પાસેથી રૂા. 4800 ની કિંમતની ઇંગ્લીશ દારૂની નાની મોટી 36 બોટલ મળી આવતા એલસીબીએ રૂા.40 હજારનું એકટીવા અને દારૂ મળી કુલ રૂા.44,800 ના મુદ્દામાલ સાથે દિનેશની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.