જામનગર શહેરના બેડેશ્ર્વર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રૂા. 22500ની કિંમતનો 38 બોટલ દારુ અને 10000ની કિંમતનો 15 લિટર ઇંગ્લીશ દારુ મળી કુલ રૂા. 33000 ના મુદ્ામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામજોધપુર તાલુકાના મેલાણ ગામમાં રહેણાંક મકાનમાંથી પોલીસે તલાસી લેતાં રૂા. 10000ની કિંમતની 20 નંગ ઇંગ્લીશ દારુની બોટલો કબજે કરી બુટલેગરની શોધખોળ આરંભી હતી.
દરોડાની વિગત પ્રથમ દરોડો જામનગર શહેરના બેડેશ્ર્વર વિસ્તારમાં આવેલા વશિલાચોકમાં દેવેન ચંદ્રકાંત ગોકાણી નામના શખ્સના ભોગવટાના મકાનમાં સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન તલાસી લેતાં રૂા. 22500ની કિંમતનો 38 બોટલ ઇંગ્લીશ દારુ અને રૂા. 10000ની કિંમતના ત્રણ બરણીમાં ભરેલો 15 લિટર ઇંગ્લીશ દારુ અને એક મોબાઇલ મળી કુલ રૂા. 33000ના મુદ્ામાલ સાથે દેવેનની ધરપકડ કરી હતી. બીજા દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી ફેસ-2માં રોડ પરથી પસાર થતાં જયેશ સામત વાળા નામના શખ્સને આંતરીને તલાસી લેતાં તેની પાસેથી રૂા. 500ની કિંમતની દારુની બોટલ મળી આવતાં પંચ-બી પોલીસે જયેશની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં દારુની બોટલ દરેડના તુષા સાદીયા પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા પોલીસે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ત્રીજો દરોડો જમજોધપુર તાલુકાના મેલાણ ગામના જાર વિસ્તારમાં રહેતા કિશોર અરજણ હુણના મકાનમાં દારુનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઇ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફે રેઇડ દરમિયાન કિશોરના મકાનમાં ઢોરના ચારા નીચે સંતાડેલી રૂા. 10000ની કિંમતની જુદી જુદી બનાવટની ઇંગ્લીશ દારુની 20 બોટલ મળી આવતાં પોલીસે દારુ કબજે કરી કિશોરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.