કાલાવડ ગામમાં કુંભનાથપરા વિસ્તારમાં રહેતા શખ્સના મકાનમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન 31 બોટલ દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ કાલાવડ ગામમાં કુંભનાથપરા વેલનાથ ચોકમાં રહેતાં બિપીન રાકેશ ધારેવાડિયાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીઆઇ વી.એસ. પટેલની સૂચનાથી સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.15500 ની કિંમતની 31 બોટલ ઈંગ્લીશ દારૂ અને રૂા.5000 ની કિંમતનોમ મોબાઇલ ફોન મળી આવતા પોલીસે બીપીનની ધરપકડ કરી તેના વિરૂધ્ધ ગુનો નોંધી રૂા.20500 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.