જામનગર શહેરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં એલસીબીની ટીમે રેઈડ દરમિયાન ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતા સપ્લાયરનું નામ ખુલ્યું હતું. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગયરના હિરજી મિસ્ત્રી રોડ પરના એપાર્ટમેન્ટના શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની હેકો અરજણ કોડીયાતર, મયુદ્દીન સૈયદ અને ધાનાભાઈ મોરીને મળેલી સંયુકત બાતમીના આધારે પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.
એલસીબીની ટીમે રેઈડ દરમિયાન જીતેન્દ્ર ઉર્ફે જીતુ અરવિંદ દામા નામના વ્રજભૂમિ એપાર્ટમેન્ટના ફલેટ નંબર 204 માંથી પોલીસે તલાસી લેતા રૂા.54,800 ની કિંમતની 137 બોટલ દારૂ અને 5000 ની કિંમતનો એક મોબાઇલ સહિત કુલ રૂા.59,800 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો સપ્લાય કરનાર સાગર ઉર્ફે સેગુ, હંસરંજન નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે એલસીબીએ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.