જામનગર તાલુકાના ધુતારપર ગામથી માટલી ગામ તરફ જવાના રસ્તેથી પસાર થતાં બાઇકસવારને પંચ એ પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતા શખ્સના કબ્જામાં 2500ની કિંમતની દારૂની પાંચ બોટલ મળી આવતા ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના ધુતારપર ગામથી માટલી ગામ તરફ જવાના રસ્તેથી પસાર થતાં એકસેસ ચાલકને પંચ એ પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતા વિવેક વિનોદરાય જાની(રે.જામનગર) નામના શખ્સના કબ્જામાંથી રૂા.2500ની કિંમતની ઇંગ્લીશ દારૂની પાંચ બોટલ અને 15000 ની કિંમતની એકસેસ મળી કુલ રૂા.17,500ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.