Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી 30 નંગ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

જામનગરમાંથી 30 નંગ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

- Advertisement -

જામનગર એલસીબી પોલીસે જામનગર-રાજકોટ હાઈ-વે પર બુલેટના શોરૂમ પાસેથી એક શખ્સને રૂા.12000 ની કિંમતની 30 નંગ દારૂના બોટલના જથ્થા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર એલસીબીના કિશોરભાઈ પરમાર, વનરાજભાઈ મકવાણા તથા મયુદ્દીન સૈયદને મળેલી બાતમીના આધારે જામનગર રાજકોટ હાઈવે રોડ પર બુલેટના શોરૂમ પાસે જીજે-10-ડીકે-3759 નંબરની એકસેસ મોટરસાઈકલમાંથી સોહિલ સુલતાન ખીરા નામના શખ્સને રૂા.12000 ની કિંમતની 30 નંગ દારૂની બોટલ તથા રૂા. 40 હજારની કિંમતના મોટરસાઇકલ સહિત કુલ રૂા.52,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular