જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે નવા પુલ નીચે જુદાં-જુદાં મોબાઇલ સાથે રહેલાં શખ્સને સીટી સી ડીવીઝન પોલીસે ઝડપી લઇ અઢાર મોબાઇલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસેના નવા પુલ નીચે છળકપટથી કે ચોરીથી મોબાઇલ ફોન સેરવી લેતો શખ્સ ઉભો હોવાની હેકો જાવેદભાઈ વજગોળ અને પો.કો. ખીમશીભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે એન ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.આર.ચૌધરી, પીએસઆઈ વી એ પરમાર, હેકો જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પો.કો. ખીમશીભાઈ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી બાતમી મુજબના સફેદ-બ્લુ કલરનો ચેકસવાળો શર્ટ તથા કાળા કલરનું જીન્સ પહેરેલા મયુર પ્રકાશ મહિડા (ઉ.વ.20) નામના જામનગરના શખ્સને દબોચી લીધો હતો અને તેની તલાસી લેતા તેમની પાસેથી રૂા.78,000ની કિંમતના જુદી જુદી કંપનીઓના 18 મોબાઇલ ફોન મળી આવતા પોલીસે પૂછપરછ હાથ ધરતા આ ફોન દ્વારકા તથા ચોટીલા તેમજ રીલાયન્સ કંપનીની આજુબાજુના વિસ્તારોમાં તેમજ કાલાવડ તાલુકાના મોટી માટલી ગામમાં દર્શનાર્થે આવેલા લોકોની નજર ચૂકવી શેરવી દીધેલા હોવાની કેફીયત આપી હતી.